Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુનત્તમ તાપમાનનો પારો સિઝનમાં પહેલીવાર ૧૧.પ ડીગ્રીએ પહોંચ્યોઃ હાલાર ઠંડા...ઠંડા...કુલકુલ

ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષાના કારણે ઠંડી વધીઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ન્યુનત્તમ તાપમાનનો પારો ૧.૧ ડીગ્રી સુધી નીચે સરકીને સિઝનમાં પ્રથમ વખત ૧૧.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ઉત્તરના હિમ સમાન ઠંડા પવનના પગલે સમગ્ર હાલાર પંથક તીવ્ર ઠંડીથી ઠંડા...ઠંડા...કુલકુલ થઈ ગયો છે.

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનો દોર ચાલી રહ્યો છે. જેના પગલે ઉત્તર ભારતના ઘણાં ભાગો બરફ આચ્છાદિત થઈ ગયા છે. પહાડો, મેદાનો, માર્ગો, વૃક્ષો પર બરફના થર જામી ગયા છે. ઝરણા થીજી ગયા છે. જેના પગલે ત્યાં તીવ્ર ઠંડી પડી રહી છે. જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. પહાડી વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો શૂન્યથી પણ ઘણો નીચે ચાલ્યો જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનના પગલે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં પણ ઠંડી પડી રહી છે. ગુજરાતના ઘણાં ભાગોમાં તાપમાનમાં ઘટાડો થતા હાડ થીજવતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ઉત્તરના ઠંડા પવનોના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલાર પંથક ઠંડા ઠંડા કુલ કુલ થઈ ગયો છે.

જામનગરમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત ૧૧.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં અઢી ડીગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગર ઠંડુગાર થઈ ચૂક્યો છે. નગરસીમ અને ગ્રામ્ય વિસ્તારો તેમજ ધોરીમાર્ગો પર વધારે ઠંડી અનુભવાઈ રહી છે. ઘરોમાં પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ર૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh