Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા શહેરની માઠીઃ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા પાલિકામાં કરોડોના વિકાસ કાર્યો થઈ શકે તેમ હોવા છતાં તંત્રો, પદાધિકારીઓ તથા રાજકીય નેતાઓના સંકલનના અભાવે પ્રજાનો મરો થતો હોય તેમ અનેક સુવિધાના કામો નહી થવા કે અટકી જવા કે મંજુર થયેલા કામો ચાલુ નહીં થવાના પ્રશ્નો ઊભા છે. તેમાં વધુ એક કરોડોના વિકાસ કામનો ઉમેરો થયો છે.
ખંભાળિયા શહેર જિલ્લાના વડા મથક તરીકે હોય, શહેરની રાજ્ય તથા કેન્દ્રની વિશેષ યોજના નલ સે જલમાં પસંદગી થયા પછી કરોડો રૂપિયા ગ્રાન્ટ પાણીની સ્થિતિ સુધારવા માટે, નવી લાઈનો, નવા સંપ, નવી વિતરણ વ્યવસ્થા જેવા કરોડોના કાર્યો મંજુર થઈ ગયા છતાં કામો ચાલુ થતા નથી.
પાલિકા સત્તાધીશોની નબળાઈ કે ભાજપ સત્તાધીશોની બેધ્યાનની નીતિ હોય તે ભગવાન જાણે પણ આવા અનેક વિકાસ કાર્યો સંકલન ના થવાની માયાઝાળમાં અટવાતા અંતે તો લોકો જ પરેશાન થાય કે તેમને વિકાસ કાર્યોનો લાભ ના મળે તેવી સ્થિતિ સર્જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial