Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોમાં રાહતની લાગણી
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયાના ૧ર૦ વર્ષ જુના કેનેડી બ્રીજને નવો બનાવવાનું નક્કી થતા તે પૂલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ પૂલ બનતા લાંબો સમય લાગે તેમ હોય, પોરબંદર-ભાણવડ રોડ નવા તથા નજીકના રામનગર-વિરમદડ જેવા વિસ્તારોમાં લોકોને તથા સોસાયટીના રહેવાસીઓને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડતો હતો, પણ ડાયવર્ઝન ત્રણ-ત્રણ વખત બન્યા પછી પણ ધોવાઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડતી હતી.
અંતે પીડબલ્યુડી તંત્ર દ્વારા પાકો ડાયવર્ઝન માર્ગ રૂ. ૯૦ લાખના ખર્ચે બનાવવાનું કામ શરૂ થયું છે. આ ડાયવર્ઝનમાં પાણી ન ભરાય અને તેનો તરત જ નિકાલ થાય, પાકા ડાયવર્ઝનને નુકસાન ન થાય તેવી રીતે પાકો ડાયવર્ઝન માર્ગ બનાવવાનું શરૂ થતા લોકોમાં રાહત ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial