Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની લૂંટારૂ ગેંગ સામે કડક કદમ ઊઠાવવા એસ.પી.ને રજૂઆત માટે પહોંચ્યું સેંકડો લોકોનું ટોળું

ઈરાદાપૂર્વક પોતાનું વાહન ટકરાવી અકસ્માતના ઓઠા હેઠળ ધાક-ધમકીથી લૂંટ ચલાવતી

જામનગર તા. ૧૮: જામનગરમાં સાત રસ્તાથી નવડેરી સુધીના માર્ગમાં અમુક ચોક્કસ તત્ત્વો ખોટી રીતે વાહન અકસ્માતોના બનાવને અંજામ આપી લૂંટ ચલાવતા હોવાના અનેક બનાવ બન્યા છે. આ મુદ્દે આજે નવા નાગના ગામના પ૦૦ લોકોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આવા લૂંટારૂઓ સામે કડક પગલાં લેવા માંગણી કરી છે.

જામનગર નજીકના નવા નાગના ગામના શાંતિલાલ પ્રાગજી નકુમ, દેવરાજભાઈ વિરજીભાઈ નકુમ, વિનોદભાઈ જીણાભાઈ નકુમ, નિતેષભાઈ કરશનભાઈ રાઠોડ હરિશભમાઈ દેવજીભાઈ નકુમ, રાજેશ જેરામભાઈ કટેશિયા, મુકેશભાઈ નાથાભાઈ રાઠોડ સહિતનાઓ આવા બનાવના લૂંટનો ભોગ બની ચૂક્યા છે.

નવા નાગના ગામના રહેવાસીઓ કામ ધંધે, જામનગરમાં આવ્યા પછી ઘરે પરત ફરતા સમયે સાત રસ્તાથી નવડેરી (નવા નાગના રોડ) સુધીના માર્ગમાં આવા લુખ્ખા તત્ત્વો વાહન સાથે ઊભા હોય છે અને અન્ય વાહનચાલક પસાર થાય તેની સામે પોતાનું વાહન જાણી જોઈને અથડાવે છે, અને કોઈ નુક્સાની નહીં થઈ હોવા છતાં મોટી રકમના પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે અને પૈસા નહીં આપનારને ધાક-ધમકી આપવામાં આવે છે.

તાજેતરમાં દેવરાજભાઈ રાઠોડ વ્હોરાના હજીરા પાસેથી પસાર થતા હતાં. આ સમયે અન્ય વાહનમાં આવેલા

બે શખ્સોએ પોતાનું વાહન તેની સામે પોતાનું વાહન ટકરાવી ધાક-ધમકી આપીને રૂ. ૪૦ હજારની રકમ પડાવી લીધી હતી.

આ પછી પણ લૂંટારૂઓ અટક્યા ન હતાં અને દેવરાજભાઈ રાઠોડના ઘરે વધુ પૈસાની માંગણી કરવા પહોંચ્યા હતાં અને વધુ રૂ.૩પ હજારની માંગણી કરી હતી. આ સમયે દેવરાજભાઈએ બુમાબુમ કરતા ગ્રામજનો એકત્ર થઈ જતાં એક શખ્સ નાસી છુટ્યો હતો પરંતુ બીજો શખ્સ પકડાઈ જતાં લોકોએ તેને પોલીસને સુપ્રત કર્યો હતો.

આવાજ અન્ય એક કેસમાં શાંતિલાલ પ્રાગજીભાઈ નકુમને મોબાઈલ ફોનમાં અવારનવાર ધાક-ધમકી મળતી હતી આજે પૂર્વ કોર્પોરેટર અને સતવારા સમાજના અગ્રણી મનસુખભાઈ ખાણધરની આગેવાનીમાં નવાનાગના, જુનાનાગના, ધુંવાવ, મોરકંડા, ખીમરાણા વગેરે ગામના પ૦૦ થી વધુ લોકોએ જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું અને લોકોને અકસ્માતના બનાવના ઓઠા હેઠળ લૂંટ ચલાવતા શખ્સોને ઝડપી લેવા માંગણી સાથે રજુઆત કરી હતી.

આ રજુઆત સમયે હિન્દુ સંગઠનના અગ્રણી ભરતભાઈ ફલીયા વગેરેએ પણ જોડાયા હતાં. તેમના જણાવ્યા મુજબ હરીયા કોલેજ રોડ, કનસુમરા પાટીયા, તળાવની પાળ વગેરે વિસ્તારોમાં પણ આવા લૂંટના બનાવ બન્યા છે.

જામનગર માટે આ મુદ્દો અતિ સંવેદનશીલ છે. હાલ તો જિલ્લા પોલીસવડાએ સંબંધિત પોલીસ વિભાગ અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે હવે ટૂંક સમયમાં આવા લૂંટારૂ તત્ત્વો ઉપર તવાઈ ઉતરશે તે ચોક્કસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh