Advertisement
Author: નોબત સમાચાર

બાળલગ્નો પ્રત્યે સુપ્રિમ કોર્ટ લાલધૂમઃ કાયદાના અમલ માટે બહાર પાડી માર્ગદર્શિકા

પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘનઃ અદાલત

નવી દિલ્હી તા. ૧૮: સુપ્રિમ કોર્ટે કડક ટિપ્પણી સાથે બાળલગ્નોને અટકાવવાના કાયદાના કડક અમલ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.

દેશમાં થઈ રહેલા બાળ લગ્ન મુદ્દે સુપ્રિમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ્ કોર્ટે આજે કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'પર્સનલ લો દ્વારા બાળ લગ્ન નિષેધ અધિનિયમને અટકાવી શકાય નહીં. બાળકો સાથે સંબંધિત લગ્ન એ પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્ર ઈચ્છાનું ઉલ્લંઘન છે. આનાથી તેમની પસંદગીના જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ ખતમ થઈ જાય છે.'

દેશમાં બાળ લગ્નમાં વધારો થવાનો આક્ષેપ કરતી પીઆઈએલ પર ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે બાળ લગ્ન નિવારણ અંગેના કાયદાના અસરકારક અમલિકરણ માટે ઘણી માર્ગદર્શિકા બહાર પાડી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડિવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે દેશમાં બાળ લગ્ન નિવારણ કાયદાના અસરકારક અમલિકરણ માટે આ માર્ગદર્શિકા બહાર પાડી હતી.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, 'પર્સનલ લો દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક કાયદાને ખલેલ પહોંચાડી શકાતી નથી. કોર્ટની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આવા લગ્નો સગીરોના જીવનસાથી પસંદગી કરવાની સ્વતંત્ર ઈચ્છાનું ઉલ્લંઘન છે. સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અંતિમ ઉપાય તરીકે અપરાધીઓને સજા કરવી જોઈએ.'

સુપ્રિમ કોર્ટે જણાવ્યા અનુસાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ ર૦૦૬ બાળ લગ્ન અટકાવવા અને સમાજમાંથી તેમના નાબૂદીની ખાતરી કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ ૧૯ર૯ ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh