Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયુષ્માન કાર્ડના કારણે નિઃશુલ્ક સારવાર થતાં
ખંભાળિયા તા. ૧૮: દેશના તમામ લોકોને આરોગ્ય અને સારવાર મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અમલી કરવામાં આવી છે. રાજ્યમાં પીએમજેએવાય મા યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિભાગના જરૂરિયાતમંદ લોકોને આ લાભ મળે છે. દ્વારકામાં આયુષમાન કાર્ડ દ્વારા થયેલી સહાય અંગે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન લાભાર્થીએ વાત કરી હતી.
ખંભાળિયાના હરેશભાઈ હિંડોચાએ જણાવ્યું કે મને મોઢાનું કેન્સર થયું હતું. અમારા વિસ્તારના આરોગ્ય કર્મચારીઓએ મારા ઘરની મુલાકાત લીધી અને સરકારની પીએમજેએવાય યોજના અંગે જાણકારી આપી હતી. આયુષ્માન કાર્ડ દ્વારા મારા કેન્સરની સારવાર નિશુલ્ક થઈ જશે તેમ જણાવ્યું હતું. મેં રાજકોટ જઈ કેન્સરનું ઓપરેશન કરાવ્યું અને હાલમાં હું એકદમ સ્વસ્થ છું.
અન્ય એક લાભાર્થી નિર્મળાબેન પિત્રોડાના પુત્રી દીપ્તિબેને જણાવ્યું કે, એક દિવસ મારા મમ્મીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અમે તેમને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં લઈ ગયા. નળીમાં બ્લોકેજ થયું હોય શકે તેમ જણાવતા અમે વધુ સારવાર અર્થે જામનગર ગયા જ્યાં ડોક્ટરે ઓપરેશન આવશે તેમ જણાવ્યું. અમારા ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે અમને ઓપરેશનનો ખર્ચ પરવળે. આયુષ્માન કાર્ડ થકી મારા મમ્મીનું ઓપરેશન થઈ શક્યું અને હાલમાં બીલકુલ સ્વસ્થ છે. આ યોજના દ્વારા એવા લોકો કે જેને સારવારનો ખર્ચ પરવળે તેમ નથી. તેવા લોકો પણ સરળતાથી સારવાર કરવી શકે છે. માટે આવી યોજના લાવવા બદલ સરકારનો આભાર માનુ છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial