Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં સત્તાના રક્ષણ હેઠળ પ૦ લોકોની હત્યાઃ તેજસ્વી યાદવ

લઠ્ઠાકાંડનો મૃતાંક પ૩ નો થયોઃ ૧૦ ની ધરપકડ

પટણા તા. ૧૮: બિહાર લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક પ૩ નો થયો છે અને ૧૦ ની ધરપકડ થઈ છે. આ અંગે તેજસ્વી યાદવે તેજાબી નિવેદનો કરતા કહ્યું છે કે, ડઝનેક લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે. બિહારમાં કથિત રીતે દારૂબંધી છે, પરંતુ શાસક નેતાઓ, પોલીસ અને માફિયાઓની સાંઠગાંઠને કારણે દરેક ચોક પર દારૂ મળે છે. સત્તાના રક્ષણ હેઠળ પ૦ લોકોની હત્યા થઈ છે.

સારણ, સિવાન અને ગોપાલગંજમાં ઝેરી દારૂનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં ત્રણેય જિલ્લામાં મળીને પ૩ લોકોના મોત થયા છે. જેમાં સિવાનમાં ૩૯, સારણમાં ૧ર અને ગોપાલગંજમાં બે લોકોના મોત થયા છે. ર૦ થી વધુ લોકો બીમાર છે. ગુરુવારે હોસ્પિટલમાં ૩૦ લોકો સ્વસ્થ થયા હતાં. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે દાણચોરો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પછી બિહાર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સિવાન અને સારણમાં કેમ્પ કરી રહ્યા છે. સિવાનમાં એસઆઈટીએ અત્યાર સુધીમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર દારૂની હેરાફેરીનો આરોપ છે.

સિવાન જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પોસ્ટમોર્ટમ કરાયેલા તમામ મૃતદેહોના અવશેષો સાચવી રાખવામાં આવ્યા છે. તેને સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

બિહાર સરકારના નશાબંધી અને આબકારી મંત્રી રત્નેશ દારૂબંધીના પ્રશ્ન પર હંમેશાં ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું કે બકવાસની જેમ વાત ન કરો. દારૂ માફિયાઓ પર સીસીએ લગાવવામાં આવશે. હું આ અંગે સીએમ નીતિશકુમાર સાથે વાત કરીશ.

વાસ્તવમાં પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો કે શું બિહારમાં દારૂ વેંચાય છે? લોકો મરી રહ્યા છે. તેના પર તેણે દલીલ કરી હતી કે હત્યારા માટે મૃત્યુ દંડની જોગવાઈ છે. સજા મળે છે છતાં હત્યાઓ થાય છે. સારણ-સિવાન દારૂ કાંડમાં પોલીસ સ્ટેશનથી લઈને ચોકીદાર સુધી તમામ પર કાર્યવાહી કરવામાં આવી છે. દારૂની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે.

લઠ્ઠાકાંડ અંગે તેજાબી ચાબખા મારતા વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે સત્તાના રક્ષણ હેઠળ ઝેરી દારૂના કારણે લગભગ પ૦ લોકોની હત્યા કરવામાં આવી છે. ડઝનેક લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી. બિહારમાં કથિત રીતે દારૂબંધી છે, પરંતુ શાસક નેતાઓ, પોલીસ અને માફિયાઓની સાંઠગાંઠને કારણે દરેક ચોક પર દારૂ મળે છે. ઝેરી દારૂ અને ગુનાખોરીના કારણે બિહારના સેંકડો લોકો દરરોજ મૃત્યુ પામે છે, પરંતુ અનૈતિક અને સિદ્ધાંતહીન રાજકારણના પ્રણેતા મુખ્યમંત્રી અને તેમની કીચન કેબિનેટને આ સામાન્ય બાબત લાગે છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh