Advertisement
Author: નોબત સમાચાર

આઈસીડીએસ શાખાના ત્રણ કોન્ટ્રાક્ટર કર્મચારીની ભરતી સામે ઊઠતા સવાલો

જામનગર મહાનગરપાલિકાની

જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ શાખામાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી જરૂરી લાયકાત-અનુભવ નહીં ધરાવતા હોવા છતાં નોકરી કરતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે, જો કે શાખા અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેય કર્મચારી નિયમ મુજબ ભરતી થયા હોવાનું જણાવાયું છે.

જામનગરના એક અગરણી દ્વારા માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવામાં આવી હતી કે મહાનગર પાલિકાની આઈસીડીએસ શાખામાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીની ભરતી ક્યા લાયકાતના ધોરણે થઈ છે કે કેમ? તેમના હોદ્દા માટે શું લાયકાતની જરૂર હોય છે અને તે ત્રણેય અધિકારી કે કર્મચારી જરૂરી લાયકાત ધરાવે છે કે કેમ? તેના જવાબમાં લાયકાતના ધોરણો જણાવાયા હતાં.

જ્યારે ત્રણેય કર્મચારીની લાયકાત-અનુભવ જોતા તેઓ નોકરી માટે પાત્રતા ધરાવતા નહીં હોવાનું ફલિત થાય છે. તેમાં એક કર્મચારી એમસીએનું સર્ટીફિકેટ ધરાવે છે, તો કદાચ તેઓ અન્ય બે કર્મચારી સીસીસી સર્ટીફિકેટ ધરાવે છે, પરંતુ તેમની પાસે અન્ય જરૂરી લાયકાત નથી.

આથી આ પ્રકરણની તપાસ કરી જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગણી કરી છે. બીજી તરફ આ પ્રકરણમાં કમિશનર દ્વારા જરૂરી કાર્યવાહી માટે સૂચના આ૫ી છે.

જો કે આ ફરિયાદ સામે શાખા અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેક કર્મચારીઓ આઉટ સોર્સ એજન્સી મારફત લેવાયા છે અને તે તમામ જરૂરી ડીગ્રી, અનુભવ, સર્ટીફિકેટની પાત્રતા ધરાવે છે. એટલે કે ભરતી નિયમ મુજબ થઈ છે. હવે આમાં સાચુ શું? જે તપાસના અંતે જ સત્ય બહાર આવી શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh