Advertisement
Author: નોબત સમાચાર

બાયપાસ પાસે ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં પોણા બે લાખની કિંમતના વાયરની ચોરી

સાડા આઠસો મીટર વાયર તથા રીંગ ઉઠાવી જવાયાઃ

જામનગર તા. ૧૮: જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે આવેલા ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં ત્રણ સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે કોઈ તસ્કર ઘૂસ્યો હતો. તેણે રૂ.પોણા બે લાખની કિંમતના કોપર કેબલની ચોરી કરી લીધી છે. સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસે આવેલા ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં આવેલા ખુલ્લા પટાંગણમાં ગઈ તા.૨૩ની રાત્રિના દસ વાગ્યાથી સવારના  પાંચ વાગ્યા દરમિયાન ચોરી થયાની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

આ સબ સ્ટેશનમાં સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે કામ કરતા હરીસિંહ નાથુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ગઈ તા.૨૩ની રાત્રિના સમયે કોઈ શખ્સ સબ સ્ટેશનના ખુલ્લા પટાંગણમાં ઘૂસી ગયો હતો. તેણે ત્યાંથી ૮૫૦થી ૯૦૦ મીટર જેટલો જૂનો કોપર વાયર, રીંગ કાપી લીધા હતા. તે ઉપરાંત દીવાલ પાસે રાખવામાં આવેલા કંટ્રોલ કેબલને ચાકુથી છોલી નાખી ઈસ્યુલેશન કરી તેમાંથી વાયરો કાઢી લીધા હતા. કુલ રૂપિયા પોણા બે લાખના વાયર આ તસ્કર ઉટાવી ગયો છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૩ (ર), ૩૨૯ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh