Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારોઃ મહત્તમ ૩પ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા

જામનગર તા. ૧૮: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા ગઈકાલે પણ અસહ્ય બફારો યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૬ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઓછી રહેતા તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ૮૦ ટકાથી વધુ રહેતા બફારો વધુ અનુભવાઈ રહ્યો છે. ગઈકાલે પણ અસહ્ય બફારાથી લોકો પરશેવે રેબઝબ થઈ ગયા હતાં.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે જે ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. મહત્તમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી ઊંચકાઈને ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને ૧.ર ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને બપોરે વધારે તાપ અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh