Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે અજાણ્યા વાહનચોર સામે ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૧૮: જામનગરના કાલાવડ નાકા વિસ્તાર પાસેથી ત્રણ આસામીના બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. તે ઉપરાંત રામેશ્વરનગર પાછળ દ્વારકેશ પાર્કમાં રહેતા અન્ય એક આસામીનું બાઈક પણ ચોરાઈ ગયાની રાવ કરવામાં આવી છે.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગર નજીક ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિન્સ રામલક્ષ્મણભાઈ નામના પરપ્રાંતિય આસામીએ ગઈ તા.૭ની રાત્રે કાલાવડ નાકા બહાર મોદીવાડ નજીક ઢાળીયા પાસે જીજે-૧૦-આર ૩૪૯૧ નંબરનું બાઈક મૂક્યું હતું. જ્યાંથી રૂ.રપ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે.
જામનગરના દરબારગઢ બહાર આવેલી મેમણ શેરીમાં રહેતા જેનુલભાઈ ઓસમાણ ભાઈ હરગણ નામના આસામી દ્વારા જીજે-૧૦-એએચ ૪૦૪૪ નંબરનું હીરો મોટરસાયકલ પોતાના ઘર પાસે મૂક્યું હતું. ત્યાંથી રૂ.૩૫ હજારનંુ આ બાઈક ઉપડી ગયું છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા દ્વારકેશ પાર્ક-૩ માં રહેતા ગુમાનસિંહ હરીસિંહ રાઠોડે ગઈકાલે બપોરે જીજે-૧૦-સીએસ ૮૯૫૬ નંબરનું હીરો મોટરસાયકલ કોઈ શખ્સ હંકારી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના કાલાવડ નાકા બહાર સૈફીના ઢાળીયા નજીક મોદીવાડમાં રહેતા તાહેરભાઈ બદરૂદ્દીનભાઈ સરીયા નામના આસામીનું જીજે-૧૦-બીઈ ૯૬૫૨ નંબરનું રૂ.૪૫ હજારનું હીરો મોટરસાયકલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial