Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક પર આવી બે શખ્સે ગણતરીની સેકંડોમાં ઝૂંટ મારીઃ
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયાના એક વેપારી ગઈરાત્રે આખા દિવસનો રૂપિયા પોણા લાખ જેટલો વકરો થેલામાં ભરીને ઘર તરફ જતા હતા ત્યારે માર્ગમાં બાઈક પર ધસી આવેલા બે શખ્સે થેલો ઝૂંટવી પોબારા ભણ્યા હતા. પોલીસે તરત નાકાબંધી કરાવતા એક શકમંદ ઝડપાયો છે અને બંને લૂંટારૂ પોલીસની હાથવેતમાં છે. આ શખ્સોએ વેપારીના નિત્યક્રમ માટે રેકી કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જોધપુર નાકા પાસે ખાતર તથા જંતુનાશક દવા અને બીયારણની દુકાન ચલાવતા અશોકભાઈ ગોકાણી નામના વેપારી ગઈકાલે રાત્રે દુકાન વધાવ્યા પછી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ બાઈક પર ધસી આવેલા બે શખ્સે હાથમાં રહેલો થેલો ઝૂંટવી લીધો હતો. ગણતરીની સેકન્ડોમાં લૂંટને અંજામ આપી આ બંને શખ્સ નાસી ગયા હતા.
આ વેપારી પોતાના નિત્ય ક્રમ મુજબ આખા દિવસનો વકરો થેલામાં ભરીને જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશન નજીક એસએનડીટી સોસાયટીમાં તેઓ પહોંચે તે પહેલાં ઘરથી પચ્ચાસેક ફૂટ દૂર લૂંટનો આ બનાવ બન્યો હતો.
બનાવની જાણ થતાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, પીઆઈ સરવૈયા તેમજ એલસીબી, એસઓજીનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે તરત જ નાકાબંધી કરાવી હતી અને આ વેપારીની દુકાનથી માંડી લૂંટના બનાવ સુધીના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી એક શકમંદને દબોચી લીધો છે. સીસીટીવી ફૂટેજમાં થેલો લઈને નાસી જતા જોવા મળેલા શખ્સો ગઈકાલે અશોકભાઈની દુકાને ગ્રાહક બનીને આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓએ માલસામાન ખરીદી બહાને રેકી કર્યા પછી ગઈરાત્રે આ વેપારી જ્યારે આખા દિવસનો થયેલો વેપાર થેલામાં ભરીને ઘેર જતા હતા ત્યારે માર્ગમાં તેઓને લૂંટી લેવાયા હતા. તેમની સોસાયટીમાં એકપણ સીસીટીવી ન હોવાથી પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
આ વેપારી ખંભાળિયા ન.પા.ના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણીના કાકા થાય છે. તેઓના થેલામાં અંદાજે રૂપિયા પોણા લાખ જેટલી રકમ હોવા અંગે અંદાજ છે. પોલીસે જે શખ્સને હાલમાં દબોચ્યો છે તે શખ્સ બંને લૂંટારૂનું પથદર્શન કરતો હોવાનું માનવામાં આવી રહ્યંુ છે. સાંજ સુધીમાં આ બનાવનો ભેદ ઉકેલાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial