Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૧૮: જામનગરના એક આસામીએ મેડિકલેઈમ પોલિસી મેળવ્યા પછી વીમા કંપનીએ સારવારના ખર્ચમાંથી રૂ.ર લાખ જેટલી રકમ કાપી બાકીની રકમ ચૂકવી હતી. તે બાકી રકમ માટે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ ફરમાવ્યો છે.
જામનગરના જગનભાઈ મચ્છારામાણી નામના આસામીએ નિવા બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિ કલેઈમ પોલિસી મેળવી હતી. તે દરમિયાન તેમના પત્ની બીમાર પડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
સારવારના રૂ.૨,૭૦, ૫૭૬નો ક્લેઈમ જગનભાઈએ રજૂ કરતા વીમા કંપનીએ રૂ.૧,૯૫,૫૭૬ કાપી લઈ બાકીની રકમ ચૂકવી હતી. તેથી જગનભાઈએ વીમા કંપની સામે જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં કુલ રૂ.૧,૯પ,પ૭૬ની રકમ છ ટકા વ્યાજ સાથે અને માનસિક ત્રાસ, ખર્ચના રૂ.પ હજાર અલગથી ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દિપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial