Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ખુદ ફરિયાદી બની નોંધાવ્યો હતો ગુન્હોઃ
ખંભાળિયા તા. ૧૮: દ્વારકા શહેરમાં ગૌવંશના શરીરના ટૂકડા તથા માંસના ટૂકડા કોઈ તિક્ષણ હથિયાર વડે કાપી કોઈ શખ્સોએ રોડ પર ફેકી દીધાનો ગુન્હો પોલીસે નોંધ્યા પછી શરૂ કરેલી તપાસમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સને દબોચી લેવામાં આવ્યા છે.
દ્વારકામાં લેમન ટ્રી હોટલ પાછળના રોડ પર તાજેતરમાં ગૌવંશના માંસના કાપીને ફેકી દેવાયેલા ટૂકડા તેમજ પગના ટૂકડા મળી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો.
પોલીસે તે ટૂકડાઓ કબજે કરી લીધા હતા અને હે.કો. રાજદીપસિંહ એચ. જાડેજાએ ખુદ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન આ ટૂકડા દ્વારકાના હાથી ગેઈટ નજીક રહેતા પરસોત્તમ વેલજીભાઈ પરમાર ઉર્ફે મનસુખ તથા જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં મારવાડીવાસ પાસે રહેતા દીપક કરશનભાઈ સોલંકી નામના શખ્સે ફેેંક્યા હોવાનું શોધી કાઢ્યું હતું.
ત્યારપછી ગઈકાલે આ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. બંનેની ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા બીએનએસની કલમો હેઠળ આ શખ્સોની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial