Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"ગ્રીન ખંભાળીયા" અભિયાન હેઠળ બે હજાર વૃક્ષો ઉછેરાશે
ખંભાળીયા તા. ૧૮: નગરપાલિકા યોગ કેન્દ્ર ખંભાળીયામાં સેવા સેતુ કાર્યક્રમ (શહેરી) નો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ગ્રીન ખંભાળીયા અભિયાનની પ્રશંસા કરી હતી.
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી ૧૦માં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકા યોગ કેન્દ્ર, ખંભાળિયામાં સેવા સેતુ કાર્યક્રમ (શહેરી)નો કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે મંત્રીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસથી લઇ તા. ૨ ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી સુધી રાજ્ય સરકાર દ્વારા સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને એક પેડ માઁ કે નામ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ નગરપાલિકા યોગ કેન્દ્ર, ખંભાળિયામાં સેવા સેતુ કાર્યક્રમ (શહેરી) યોજાઇ રહ્યો છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦ માં તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારના ૧૩ જેટલા વિભાગની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આપણે સૌ આ અભિયાનમાં જોડાઇએ. અને અન્ય લોકોને પણ આપણે સ્વચ્છતા કઇ રીતે જાળવવી તે અંગે માહિતગાર કરીએ. જો આપણે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું તો જ આવનારી પેઢીને શુદ્ધ પર્યાવરણ આપી શકીશું. કોરોના કાળ બાદ આપણને ઓક્સિજનનુ મહત્ત્વ સમજાયું છે. ત્યારે આપણા સ્વજનોના નામે એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરી એક પેડ માં કે નામ અભિયાનમાં ભાગીદાર બનીએ. ખંભાળિયામાં ગ્રીન ખંભાળિયા દ્વારા સદભાવના ટ્રસ્ટના સહયોગથી ૨ હજાર વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવશે. આવી જ રીતે અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આવા પ્રેરણાત્મક કાર્યો કરવા માં આવી રહ્યા છે જે સરાહનીય છે.
આ તકે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તીલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે ઉદેશ્ય સાથે રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવી રહી છે.
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તેવા અભિગમ સાથે યોજાઈ રહેલા સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને તાત્કાલિક મળી રહે છે.
કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી.
તદુપરાંત નગરપાલિકા ગાર્ડનમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નગરપાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, નગરપાલિકાના સભ્યો, અગ્રણી પી.એમ. ગઢવી, અનિલભાઇ તન્ના, ભરતભાઇ ચાવડા, પિયુષભાઇ, નિમીષાબેન નકુમ, ગીતાબા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ચીફ ઓફિસર ભરતભાઇ વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial