Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ, દેવી ભાગવત, ગેટ લોકાર્પણ, લોકડાયરોઃ
ખંભાળીયા તા. ૧૮: દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે આઈશ્રી મોગલ માતાજીના પ્રાચીન મંદિરોમાં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ હતી.
મંગળવારે આઠ વાગ્યે નસીરપુરના મનુભા પાલીયા પરિવાર દ્વારા બાવન ગજ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો જે પછી સવારે નવ વાગ્યે શાસ્ત્રી શૈલેષકુમાર વિશ્વનાથ અત્રીના વ્યાસાસને દેવી મહાયજ્ઞ દાતા ડો. રિદ્ધિ રતનસિંહ ગઢવી દ્વારા યોજાયો હતો. તથા સવારે ૧૧ તથા સાંજે સાત વાગ્યે પણ ડો. ગઢવી દ્વારા સ્વ. શીવરાજભાઈ ગઢવી, ગં.સ્વ. રામુભા ગઢવીના સ્મરણાર્થે મહાપ્રસાદ યોજાયો હતો. બપોરે ૧ર-૩૯ વાગ્યે પ.પૂ. આઈમા તથા સંતોની ઉપસ્થિતિમાં દેવીયજ્ઞનું બીડૂં હોમવામાં આવ્યું હતું. જેમાં હજારો ભાવિકો જોડાયા હતા બપોરે ત્રણ વાગ્યે રવેચીનો નવનાળના કુળનો કાર્યક્રમ તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતી ઉત્સવ યોજાયો હતો.
મંદિર પાસે ગુરૂ ગેટ તથા ટાપરીયા ના લોકાર્પણ કાર્યક્રમો પણ થયા હતા બપોરે ત્રણ વાગ્યે અભયદાન ગઢવી, ગોવિંદભાઈ ગઢવી તથા હરદેવભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં ચારણી રમતનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે બારાડીના ચારણ સમાજના યુવાનો દ્વારા લોકડાયરો યોજાયો હતો. જેમાં પ્રવિણદાન ગઢવી, જીતુદાદ ગઢવી, આદિત્યદાન ગઢવી, શીવુભા માણેક, નવલદાન, સાગરદાન ગઢવી, શીવદાન ગઢવી, હરિ ઓમ ગઢવી વિગેરે કલાકારો જોડાયા હતાં. બ્રહ્મલીન પ.પૂ. મહંત ઘનશ્યામગીરી બાપુના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial