Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોવા શીપ યાર્ડ દ્વારા ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટરના પ્રયાસોથી
જામનગર તા. ૧૮: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને ગોવા શીપયાર્ડ લિ. કંપની દ્વારા ઈઆરસીપી ઈન્સ્ટ્રુમેન્ટ ફાળવવામાં આવ્યું છે.
ગુજરાતમાં બીજા નંબરે સ્થાન પામેલી જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારા જિલ્લા, જૂનાગઢ જિલ્લા, પોરબંદર જિલ્લામાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઈ.આર.સી.પી.ની સુવિધા ઊભી કરવા માટે વિભાગના વડા ડો. કેતનભાઈ મહેતાએ ગોવા શીપયાર્ડ લિ. (ભારત સરકાર સાહસ) ના ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર એડવોકેટ હસમુખભાઈ હિંડોચાને વાત કરી હતી. તેઓએ આ મામલે કંપનીમાં રજૂઆત કરી હતી, અને કંપનીએ અંદાજે રૂ. ર૦ લાખના ખર્ચે હોસ્પિટલના સર્જરી વિભાગને ઈ.આર.સી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદીને મોકલાવ્યું છે.
આ મશીન જી.જી. હોસ્પિટલમાં ઉપલબ્ધ થવાથી પિતાશયની પથરીથી થતા કમળાની સારવાર, સ્વાદુપિંડ (પેન્ડિયાસ) ના કેન્સરના રોગનું નિદાન તથા કમળાથી થતી અન્ય ઉપાધિઓની સારવાર દર્દીઓને મળી રહેશે, અને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં થતી ઉપરોક્ત રોગોની ખર્ચાળ સારવારના મોટા ખર્ચમાંથી બચી જશે.
આ અગાઉ પણ ગોવા શીપયાર્ડ તરફથી જામનગરની આ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ તથા સર્જરી વિભાગને સી.આર્મ ઈન્સ્ટ્રુમેન્ટો આશરે ૧૭-૧૭ લાખના ખર્ચે ખરીદીને અર્પણ કરેલા છે. આ તમામ મશીનો ગોવા શીપયાર્ડ લિ.એ પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળની પ્રવૃત્તિ અંતર્ગત અર્પણ કરેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial