Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હર્ષિદા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગરબા મંડળ દ્વારા રવિવારે ૩૦ હજાર બાળાઓ-બટુકોને મહાપ્રસાદ

માત્ર ૧૧ કાર્યકરોએ વર્ષ ૧૯૭પ માં ૧૧ બાળાને જમાડી હતીઃ

જામનગર તા. ૧૮: શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની પરંપરા મુજબ જામનગર શહેર તથા આજુબાજુના ગ્રામ વિસ્તારોના ગરબી મંડળોમાં ગરબે રમતી તમામ બાળાઓ તથા બટુકો માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોના સંતો-મહંતો ખાસ પધારશે.

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. ૧પ-૧૦-૧૯૭પ માં માત્ર અગિયાર કાર્યકરો સાથે મળી હર્ષિદા ગરબા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. પહેલે વર્ષે માત્ર અગિયાર કુમારિકઓને મહાપ્રસાદ જમાડી શુભ શરૂઆત કરવામાં આવેલ. કોઈપણ જાતના સ્વાર્થ વગર ચાલી આવતી આ હર્ષિદા ગરબા મંડળની મહાપ્રસાદની પરંપરાની જાળવણી કરતા તા. ર૦-૧૦-ર૦ર૪ ને રવિવારના વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળિયા નાકા બહાર, દ્વારકાપુરી રોડ જામનગર મંડળ દ્વારા આશરે ૩૦,૦૦ બાળાઓનું મહાપ્રસાદ જમાડવાનો મંડળ દ્વારા સંકલ્પ કરેલ છે. તેમાં શહેરના બાળકો તેમજ ગરબી મંડળના સંચાલકો, સેવાભાવી કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને મહાપ્રાદ જમાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની અલગ-અલગ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહી, પોતાના વરદ્ હસ્તે મહાપ્રસાદ પીરસી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવશે. આ કાર્યક્રમમાં બાળાઓને ભારતીય બેઠકમાં શિસ્તબધ કતારોમાં બેસાડી માતાજીનો મહાપ્રસાદ જમાડવામાં આવશે. તમામ બાળાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની ખાસ કાળજી તથા તકેદારી રાખવામાં આવશે તેમજ શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી આશરે પ૦ જેટલી શાળાઓ તેમજ મદ્રેસાની બાળાઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે.

કાર્યક્રમના શુભદિવસે મંડળ દ્વારા વહેલી સવારે ૬ કલાકે કટારિયાવારા વાછરાદાદાની બાવનગજની ધજા સમારંભના શુભ સ્થળે ફરકાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવશે. ત્યારપછી સવારે ૯ કલાકે મંડળ દ્વારા મંગલાચરણ કરવામાં આવશે તેમજ સવારે ૧૦-૩૦ કલાકે સંતો-મહંતો સમારંભના શુભ સ્થળે પધારશે. જેમનું ભવ્ય સ્વાગત અને સામૈયા કરવામાં આવશે. સવારે ૧૧ કલાકે દેશીદેવી શ્રી આશાપુરા માતાજી મંદિર માતાનો મઢ કચ્છ જાગીરથી પધારેલ ગાદિપતિ મહંત શ્રી રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ્ હસ્તે માતાજીનો મંગલદિપ પ્રગટાવવામાં આવશે. સવારે ૧૧-૩૦ કલાકે સમારંભમાં પધારેલા સંતો-મહંતોના વરદ્ હસ્તે માતાજીની મંગલ આરતી ઉતારવામાં આવશે. બપોરે ૧ર કલાકે શ્રી પંચદશનામ જુના અખાડા, ભવનાથ તળેટી જૂનાગઢથી પધારેલ થાનાપતિ મહંત શ્રી બુદ્ધગીરી બાપુના વરદ્ હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસી સમારંભની શુભ શરૂઆત કરાવવામાં આવશે, તેમજ સમારંભના શુભ સ્થળે પાટણ (ઉત્તર ગુજરાત) થી પધારેલ બ્રહ્મલીન ગુરુદેવ શ્રી ઈશ્વરલાલજી બાપુનો પરિવાર રાજુભાઈ પ્રજાપતિ તથા શ્રી ભવાની મંડળ ખાસ ઉપસ્થિત રહી બાળાઓ, બટુકો તેમજ કાર્યકરોને શુભ આશીર્વચન પાઠવશે.

તે પછી આમંત્રિત મહેમાનો તેમજ સેવાભાવી કાર્યકરોને સન્માનિત કરી, આ કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવશે. ૩૦૦ કાર્યકરો પોતાની સેવા આપવા માટે ખડેપગે આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવાવ મંડળના પ૦ કાર્યકરો તનતોડ મહેનત કરી ગરબી મંડળોમાં રૂબરૂ આમંત્રણ આપવા ગયા હતાં તેમજ કાર્યક્રમની પૂરેપૂરી જાણકારી અને રૂપરેખા સમજાવવામાં આવેલ છે.

બપોરે ૧ર વાગ્યાથી શરૂ થનારા આ મહાપ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના સંચાલક રાજુભાઈ જોષી, શશિકાંતભાઈ પુંજાણી (પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જામનગર મહાનગરપાલિકા), ભરતભાઈ ચૌહાણ, સંદિપ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ, સમિર વાસુ, મનોજ ચાવડા, ચંદુભાઈ પરમાર, પરેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બારડ, કેતન ગોરાતેલા, ભગવાનજી પરમાર, મોહન કછેટિયા, તુષાર દુબલ, જયદિપ ચાવડા, ધર્મેન્દ્રભાઈ મેર, જીતેન્દ્ર મકવાણા, કપિલ ચાવડા, મયુર પરમાર, દિવ્યેશ મકવાણા, મેહુલ મકવાણા, અખીલ મેર, રમેશ ગોહિલ, સોમા સાગઠિયા, નરેશ અજા,સંજય ગોહિલ, આશિષ જોષી, અનિરૂદ્ધ મકવાણા, ચેતન પરમાર, સાગર ચૌહાણ, નિલેશ ભટ્ટી, દેવદત પરમાર, સાગર વાસુ, મોહિત સોલંકી, ધર્મેશ સુખડિયા, ચંદ્રેશ ચૌહાણ, રમેશભાઈ છુછિયા, અને કાર્યકરો દ્વારા દરેક વિસ્તારોને આ મહાપ્રસાદમાં આવરી લેવામાં આવેલ છે.

કોઈપણ બાળાઓ કે બટુકો પ્રસાદથી વંચિત ન રહી જાય તેમની ખાસ તકેદારી અને કાળજી રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં નગરના વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરની ધર્મપ્રેમી જનતા અને ધાર્મિક સંસ્થાના આગેવાનો મહાપ્રસાદ ગ્રહણ કરશે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh