Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં
જામનગર તા. ૧૮: કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની પ૬ મી બેઠક મળી હતી, જેમાં ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી સુદ્રઢ કરવા ચર્ચા કરાઈ હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના પ૬ મી બેઠક મળી હતી. જેમાં જિલ્લાના પાણીને લગતા વિવિધ આયોજનોને સૈદ્ધાંતિક મંજુરી અપાઈ હતી.
આ બેઠકમાં રિજુવીનેશન પ્રોગ્રામ ર૦ર૪-રપ અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા તથા જામનગર તાલુકાના વાણીયાગામમાં હયાત બોર ઉપર સબ પંપ સેટ ફાળવવાની કામગીરી, કાલાવડ, તાલુકાના પીઠડપુર ગામે હયાત સંપથી થ્રી ફેઝ સબ મોનો પંપ સેટ તથા પેનલ બોર્ડ ફાળવવાની કામગીરી, જામનગર તાલુકાના ખીમરાણા અને વાણીયાગામમાં એટીવીટી યોજના અંતર્ગત બોર શારકામની કામગીરીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. સાથે સાથે જળ વ્યવસ્થાપનને લગતી સંલગ્ન કામગીરી હાથ ધરવા તથા ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી સુદૃઢ કરવા ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ , નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના યુનિટ મેનેજર ભાવિકાબા જાડેજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial