Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો ઉકેલવામાં તંત્રની નિષ્ફળતા

વિપક્ષી મંત્રણા પડી ભાંગીઃ ર૧-૧૦ થી હડતાલઃ

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારોની પડતર માંગણીઓ અંગે ત્રણેક સામાન્ય સભા થતી જવા છતા પ્રશ્નો હલના થતાં મહત્ત્વના પ્રશ્નો જેમ કે ઉચ્ચતર ધોરણનો પગાર, પેન્શન રિવિઝન, પેન્શન ફંડના નાણા અંગે, જમીનના પ્લોટ ફાળવવા, ઈપીએફના ફાળાની રકમ જમા કરાવવા, રોજમદારોના નવા એકાઉન્ટ ખોલવા, મહેકમમાં વર્ષોથી ખાલી પડેલ જગ્યાઓ ભરવા, ચાલુ ફરજમાં અવસાન કર્મીને વળતર ચુકવવા, સહિતના પ્રશ્નો ઉકેલ ના આવતા ૧૪ દિવસ પહેલા રાજ્યના સફાઈકર્મી મંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાની આગેવાનીમાં ર૧-૧૦-ર૪ થી સફાઈકર્મીઓ સામૂહિક હડતાળ તથા આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

જેના અનુસંધાને ત.પા.ના પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકાના અન્ય હોદ્દેદારો, સભ્યો સાથે સફાઈ કામદારોના સંગઠનના હોદ્દેદારોની દ્વિપક્ષીય મિટિંગ યોજાઈ હતી. પણ તેમાં કોઈ ઉકેલ આવ્યો નથી અને ચર્ચા-વિચારણા નિષ્ફળ ગઈ હતી.

પાલિકા સફાઈ કામદારો તથા પાલિકાના હોદ્દેદારો અધિકારી વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં તથા કંઈ સમાધાન કર્યા મુજબ ર૧-૧૦ થી હડતાળ તથા આંદોલનાત્મક કાર્યક્રમનો નિર્ણય યથાવત રાખીને ર૧-૧૦ ની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. જો આમ જ રહ્યું તો દીવાળી તહેવારોમાં ખંભાળીયા સફાઈકર્મીની હડતાળથી ગંદી સ્થિતિમાં રહે તો નવાઈ નહીં !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh