Advertisement
Author: નોબત સમાચાર

પહેલી નવેમ્બરે જ દિપાવલીઃ લક્ષ્મીપૂજન માટે ઉત્તમ દિવસ

ઈન્દોરની પંચાંગ-પંડિતોની સભામાં લેવાયો નિર્ણયઃ

જામનગર તા. ૧૮: આ વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસે દિપાવલી પર્વ ક્યારે મનાવવું તે અંગે જન સામાન્યમાં પ્રવર્તી રહેલી અસમંજસનો ઉકેલ, પંચાંગ પંડિતો અને શાસ્ત્રીના નિષ્ણાતોએ સામૂહિક રીતે ચર્ચા પછી, આવ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં તાજેતરમાં દેશના પંચાંગ પંડિતો અને શાસ્ત્રોના જ્ઞાતાઓની બેઠક મળી હતી જેમાં ગહન ચિંતન-ચર્ચા પછી વિક્રમ સંવત ર૦૮૦ ના દિપાવલી પર્વ માટે તા. ૧ નવેમ્બર ર૦ર૪ ના દિવસને ઉચિત અને યોગ્ય હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આપણાં દેશમાં જુદા જુદા રાજ્યો અને પ્રાદેશિક ભાષાઓમાં પ્રતિવર્ષ ૧પ૦ જેટલા પંચાંગ પ્રકાશિત થાય છે. આ પંચાંગ તૈયાર કરનારા પંડિતો-શાસ્ત્રોના જ્ઞાતાઓ વગેરેએ કરેલી ચર્ચા મુજબ આપણાં ધર્મગ્રં જેવા કે ધર્મસિંધુ, પુરુષાર્થ ચિંતામણી, તિથિ નિર્ણય, વ્રતપર્વ વિવેક વગેરેમાં કરાયેલા વિવરણ પર ચર્ચા-વિચારણા કરીને જ્યારે બે દિવસ અમાસ પ્રદોપકાળમાં હોય તો બીજા દિવસે અમાસ મનાવવી ઉચિત છે અને આ રીતે વિક્રમ સંવત ર૦૮૦ ની આસો વદ અમાસ તા. ૧ નવેમ્બર ર૦ર૪ ના ઉજવવી અને આ દિવસે જ દીપોત્સવી પર્વ તેમજ લક્ષ્મીપૂજન કરવું તેવું શાસ્ત્રાર્થ રીતે સ્પષ્ટ થાય છે.

જામનગરના લોહાણા જ્ઞાતિના થાનાઈ ગોર ધવલભાઈ જોષી (ધવલ મહારાજ) ના જણાવ્યા મુજબ અમાસ અને પ્રતિપદાનું જોડાણ મહાન ફળ આપનારૂ છે, પરંતુ તેનાથી વિપરીત ચર્તુદશી સાથે જોડાયેલા અમાસ પૂર્વના પુણ્યોનો નાશ કરનારી છે માટે દિપાવલી અને લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજન માટે આ વર્ષે આસો વદ ૩૦ તા. ૧ નવેમ્બરના શુક્રવારે સ્વાતિ નક્ષત્રમાં ઉજવવી હિતકારી અને ઉચિત છે.

દ્વારકાના જગત મંદિરમાં પણ ૧ નવેમ્બરે દિપાવલી

વિક્રમ સંવત ર૦૮૦ ની દિપાવલી ઉજવણી અંગે મતમતાંતર પછી પંચાંગ પંડિતોએ જાહેર કર્યા મુજબ આ વર્ષની દીપોત્સવી તા. ૧ નવેમ્બરના ઉજવણી હિતકારી-ઉચિત છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાના જગત મંદિરમાં પણ દિપાવલી પર્વ તા. ૧ નવેમ્બર ર૦ર૪ ના ઉજવવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh