Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા રોજગાર કચેરી આયોજિત ભરતી મેળામાં ૨૫૫ ઉમેદવારોની પ્રા. પસંદગી

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત

જામનગર તા. ૧૮: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષના કાર્યકાળ નિમિત્તે ૭ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.૧૧ના જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા દરેક યુવાનોને રોજગારના ધ્યેય સાથે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮૧ રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ તથા બહેનો તેમજ ૩૩ ખાનગી એકમના નોકરી દાતાઓ હાજર રહ્યા હતા. આ જોબફેરની શરૂઆતમાં રોજગાર અધિકારી કુ. સરોજબેન સાંડપા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. જોબફેર વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. અતિથિ વિશેષ પદે ઉપસ્થિત આદર્શ બસેર, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી દ્વારા જોબફેર વિશે રોજગારીની તકો બાબતે ઉમેદવારો અને નોકરી દાતાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિવિધ નોકરીદાતાઓ દ્વારા પણ તેની કંપનીઓની પ્રાથમિક માહિતી પણ ઉમેદવારોને આપવામાં આવી હતી.

આ જોબફેરમાં ૩૩ ખાનગી એકમોના નોકરી દાતાઓ દ્વારા હાજર રહેલા ૨૮૧ ઉમેદવારોનું સ્થળ પર જ ઈઙ્મટરવ્યૂ લેવામાં આવ્યું હતું. જેમાં જોબફેરના અંતે ૨૫૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જોબફેરના અંતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરના આચાર્ય વી.કે. ગાગીયા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh