Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાલક્ષી રજૂઆતોના ઉકેલ માટે
જામનગર તા. ૧૮: રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિકે/નજીકના અંતરે ઝડપથી થઈ શકે તે માટે જોડિયા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા તા. રર-૧૦-ર૪ ના સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન મેઘપર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે.
જેમાં મેઘપર ગામના આજુબાજુના ગામો જેવા કે તારાણા, મોરાણા, મેઘપર, જીરાગઢ, જશાપર, પીઠડ, અંબાલા, ટીંબડી, બોડકા, રસનાળ, પડાણા, માવનુંગામ, માધાપર, શામપર, જામદુધઈ આમ કુલ ૧પ ગામના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સવારે ૯ થી ૧૧ કલાક દરમ્યાન અરજદારની રજુઆત અને તેના પુરાવાઓ મેળવવાના રહેશે. તેમજ ૧૧ થી ર કલાક દરમ્યાન સ્થળ તપાસ વિગેરે કરવાની રહેશે. ૩ થી પ કલાક દરમ્યાન અરજદારે કરેલ રજુઆતનો નિકાલની જાણ કરવાની રહેશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આવક સિનિયર સિટિઝનના પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય યોજનાની અરજીઓ, નવા વીજ જોડાણ માટેની અરજીઓ, માં અન્નપૂર્ણા યોજના, માં અમૃત યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, બસ કન્સેસન પાસ, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો. કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીની નોંધણી કરવામાં આવશે. ઉપરોક ગામોના લોકોએ આ સેવાસેતુનો લાભ લેવા મામલતદાર જોડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial