Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલો હોસ્પિટલમાં: બે ના મોતની આશંકાઃ
સુરત તા. ૧૮: સુરતમાં ભયંકર અકસ્માત થયો હતો. કામરેજ નજીક બસ ડ્રાઈવરે એક પછી એક ૮ વાહનોને અડફેટે લીધા હતાં. આ કારણે બે મૃત્યુ થયા હોવાની આશંકા છે, અને ઘણાં લોકો ઘાયલ થવા હોવાનું જાણવા મળે છે.
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા નજીક લકઝરી બસના ચાલકે ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થવાની આશંકા છે. જ્યારે વાહનમાં બેઠેલ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માત સર્જાયો તે સ્થળે થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફૂલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રીક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે લકઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial