Advertisement
Author: નોબત સમાચાર

પત્નીએ આત્મહત્યા કરી લીધા પછી પતિએ પણ ખાધો ગળાફાંસોઃ મીઠાપુર પંથકમાં ચકચાર

ફોટો, વીડિયો વાયરલ થતાં બદનામીના ડરથી પતિએ કરી હતી આત્મહત્યાઃ

ખંભાળિયા તા. ૧૮: ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં વસવાટ કરતા એક યુવાને ત્રણેક મહિના પહેલાં લગ્ન કર્યા પછી તેમના પત્ની સાથે એકાદ વર્ષ પહેલાં સંબંધમાં રહેલા દિલ્હીના ગાઝીયાબાદના એક શખ્સે પોતાની પાસે રહેલા ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા બદનામીથી ડરી જઈ આ યુવતીએ ત્રણેક દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તેની પોલીસમાં પતિએ ફરિયાદ નોંધાવ્યા પછી પત્નીના વિરહમાં વ્યથિત થઈ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણતા અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી ફોટા વાયરલ કરનાર દિલ્હીના શખ્સના સગડ દબાવ્યા છે.

આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કંપનીમાં એક કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા જયેશભાઈ રવજીભાઈ ભરડવા (ઉ.૩૦) નામના પ્રજાપતિ યુવાને ત્રણેક મહિના પહેલાં લગ્ન કર્યા હતા. આ યુવાનના પત્નીને અવાર નવાર ફોન આવતો હતો અને તેના કારણે આ યુવતી પરેશાન રહેતી હતી. તેથી જયેશભાઈએ તેણીને પૂછ્યા પછી પત્નીએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં એકાદ વર્ષ અગાઉ તેણીને દિલ્હીના ગાઝીયાબાદના રાજીવ સક્સેના ઉર્ફે વિક્કી નામના શખ્સ સાથે સંબંધ હતો.

તે સંબંધના સમયગાળા દરમિયાન વિક્કીએ આ યુવતીના કેટલાક વાંધાજનક ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. તે પછી કપલ ફોટા, અન્ય ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી સમાજમાં બદનામીની ધમકી વિક્કી ૮૭૦૦૩ ૭૦૮૩૬ નંબરના મોબાઈલ પરથી આપતો હતો.

તે દરમિયાન ફેસબુક પર અમિતજી નામના પેજ પર તે યુવતીના ફોટા, વીડિયો વાયરલ થતાં બદનામી થયાનું માની જયેશભાઈના પત્નીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની જયેશભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત બનાવ જાહેર થયા પછી પત્નીની આત્મહત્યા થી સતત વ્યથિત રહેતા જયેશભાઈએ પણ ગઈકાલે ગળાફાંસો ખાઈ લેતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે ઓખામંડળમાં ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે. દોડી આવેલા ડીવાયએસપી સાગર રાઠોડની રાહબરી હેઠળ મીઠાપુરના પીઆઈ ટી.સી. પટેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે અને આરોપી રાજીવ ઉર્ફે વિક્કી સકસેનાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh