Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ વર્ણન સાથે પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૮: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક કચ્છી ભાનુશાળી પરિણીતા પોતાના માતાના ઘેર ગયા પછી ત્યાંથી કયાંક ચાલ્યા ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં વસવાટ કરતા પ્રતિકભાઈ દયાળજીભાઈ ગોરી નામના કચ્છી ભાનુશાળી યુવાનના પત્ની ભારતીબેન (ઉ.વ.રપ) પોતાના માતાના ઘરે ગાયત્રી નગર શેરી નં.રમાં ગયા પછી ગઈ તા.૧૬ની સવારે સાડા દસેક વાગ્યે ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા છે.
આ યુવતી સાંજ સુધી ઘેર નહીં આવતા પ્રતિકભાઈ તથા અન્ય પરિવારજનોએ તેણીની શોધખોળ કરી હતી. સંભવિતઃ તમામ સગા-સંબંધીઓને તપાસ કર્યા પછી પણ ભારતીબેનનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનો ફોટો, વર્ણન વગેરે મેળવી તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ એ.જે. સીંહલા-૯૯૭૮૫ ૮૬૧૦૯નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial