Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માહિતી અધિકારી અંગે મહાસંમેલનનું આયોજન

તા. ર૦ ઓક્ટોબરે સાંજે પ વાગ્યે

જામનગર તા. ૧૮: ભારતમાં ૧ર ઓક્ટોબરે માહિતી અધિકાર કાયદાના અમલના આરંભ નિમિત્તે જામનગરમાં ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશન દ્વારા તા. ર૦-૧૦-ર૦ર૪ ના સાંજે પાંચ વાગ્યે ડો. આંબેડકર હોલમાં મહાસંમેલન યોજવામાં આવ્યું છે.

ગુજરાત આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શકો તરીકે ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડ. પરેશકુમાર વાઘેલા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિજયકુમાર નાંગેશ અને જાણીતા પત્રકાર જીજ્ઞેશ કાલાવડિયા (રાજકોટ) ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જામનગરના પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ એન. ઝાલા રહેશે તથા દીપ પ્રજ્જવલિત જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના કરશે.

આ પ્રસંગે અંકિતા સંઘપાલ દ્વારા સ્વાગત પ્રવચન થશે. મુકુન્દ સોલંકી માહિતી અધિકાર  સંઘર્ષ ગીત રજૂ કરશે. એડવોકેટ ગૌતમ ગોહિલ માર્ગદર્શન આપશે. પુસ્તકો, સાહિત્યનું વિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh