Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૨૦,૧૩,૧૧૮ દંડ પેટે ભરવા હુકમઃ
જામનગર તા.૧૭ : જામનગરના એક આસામીને રૂ.૨૦ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ સજા અને ચેક મુજબની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા આપવામાં આવી છે. જામનગરના નવાગામ ઘેડમાં આવેલા પુનીતનગર-રમાં રહેતા દિવ્યરાજસિંહ જયદેવ સિંહ જાડેજાએ વર્ષ ૨૦૨૧માં રૂ.૨૦ લાખની લોન મેળવી હતી. તે લોનની પરત ચૂકવણી માટે રૂ.૨૦,૧૩,૧૧૮નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી દિવ્યરાજસિંહ સામે વર્ષ ૨૦૨૪માં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા અગિયાર મહિનામાં કેસનો નિકાલ કરવામાં આવ્યો છે અને દિવ્યરાજસિંહ જયદેવસિંહ જાડેજાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે. ચેક મુજબની રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ છ મહિનાની સજા ફટકારી છે. ફરિયાદી તરફે વકીલ ગૌરવ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial