Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુવેનાઈલ ડાયાબીટીક બાળકોના લાભાર્થે
જામનગર તા. ૧૭: જામનગરના જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જુવેનાઈલ ડાયાબીટીક બાળકો માટેનો ૯૬મો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૪૦ જેટલા ડાયાબીટીક બાળકોએ તેઓના માતા-પિતા સાથે લાભ લીધો હતો.
આ મેગા કેમ્પના પ્રારંભમાં ફાઉન્ડેશનના મે. ટ્રસ્ટી રમણીકભાઈ ચાંગાણીએ સ્વાગત પ્રવચન કરી ફાઉન્ડેશનની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારપછી ધારાસભ્ય રિવાબા જાડેજાએ દીપજયોત પ્રગટાવી સંબોધન કરી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ સાથે જ તેઓએ ફાઉન્ડેશનની માહિતી જાણીને ભવિષ્યમાં સરકારશ્રી તરફથી બાળકોને લાભ મળે તે માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવાની ખાત્રી આપી હતી.
આ તકે સર્વ શ્રી ડો. અમરિશ મહેતા, ડો. ધવલ મહેતા, રશ્મિકાંતભાઈ સારડા, કાનજીભાઈ પનારા, સુનિલભાઈ કોઠીયા, દામજીભાઈ વૈષ્ણવ, શામજીભાઈ ઉમેટીયા, હિતેશભાઈ વડગામા વિગેરેએ આર્થિક યોગદાન સાથે વકતવ્ય આપ્યું હતું. કેમ્પમાં ડો. દયાળજી નકુમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તમામ બાળકોને જરૂરિયાત મુજબ ઈન્સ્યુલીન, સીરીંઝો, ગ્લુકોમીટર-સ્ટ્રીપ, લેન્સેટ વિગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ ચાંગાણી, ટ્રસ્ટી અરવિંદ ઝવેરી, રમેશ પાંયાણી, ઉષા શારડા વિગેરેએ જહેમત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial