Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તર ભારતની લોકપ્રિય પૂજા-પરંપરાનું નગરમાં સૌપ્રથમ વખત આયોજનઃ ધારાસભ્ય રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિઃ
જામનગર શહેરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, અને પરંપરાગત રીતે મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉકળતા દૂધથી સ્નાન કરી અગ્નિકૂંડમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં, અને ઉત્તર ભારતીય હિન્દી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોગેશ યાદવ - એડવોકેટ, સૂરજ યાદવ, અને ઈન્દ્રજીત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરહા પૂજા મુરૂભાઈ જેશાભાઈ કારાવદરાની વાડી, શંકર ભગવાનના મંદિરની પાસે આવેલા દિગ્જામ વુલન મીલ પાછળ યોજવામાં આવી હતી. આ પ્રસંગે યોગેશભાઈ યાદવે જણાવ્યું હતું કે, આ પૂજા દ્વારા સમાજમાં સદ્ભાવના અને એકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ધારાસભ્ય રિવાજા જાડેજાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સદ્ભાવના અને એકતા ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial