Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બેંક એમ્પ્લો. કન્ઝ. એન્ડ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

ફાઈનલમાં બેંક ઓફ બરોડાની ટીમ ચેમ્પિયનઃ

જામનગર તા. ૧૭: એમ્પ્લોઈઝ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લિ. દ્વારા સભાસદો વચ્ચે પરસ્પર સહકારની ભાવના અને મેળમિલાપ વધે તેવા શુભઆશયથી તાજેતરમાં મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ, બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ બરોડા વચ્ચે ફાઈનલ મેચ રમાયો હતો અને તેમાં બેંક ઓફ બરોડાની ટીમ ચેમ્પિયન થઈ હતી. આ તકે વિવિધ બેંકોના મેનેજરશ્રીઓ, સોસાયટીના ભૂતપૂર્વ ડાયરેકટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના સભાસદોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.  સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સોસાયટીના પ્રમુખ સુભાષ દત્તાણી, માનદ્દ મંત્રી વિમલ દવે, તેજશ મહેતા, મનોજ મહેતા, હરદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેમાંગ જેઠવા, હેમલ ચૌહાણ, વિયત બોરીચા, નમન આચાર્ય, આનંદ ડાંગર, તેમજ સોસાયટીના કર્મચારીઓની જહેમતથી કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh