Advertisement
Author: નોબત સમાચાર

સગાઈ થતી ન હોવાથી નાસીપાસ થયેલા મીઠોઈના યુવાને કરી લીધી આત્મહત્યા

પંખાના હુંકમાં દોરી બાંધી ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા.૧૭ : લાલપુરના મીઠોઈ ગામની સીમમાં રહેતા યુવાને બુધવારે પોતાના ઘરે પંખાના હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સમક્ષ તેમના મોટાભાઈએ જણાવ્યા મુજબ આ યુવાનની સગાઈ થતી ન હોવાથી તેણે નાસીપાસ થઈ આ પગલું ભર્યું છે.

લાલપુર તાલુકાના મીઠોઈ ગામની સીમમાં આવેલી એક હોટલની પાછળ ઈમારતમાં બીજા માળે વસવાટ કરતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડીવાવ ગામના વતની દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના ૨૯ વર્ષના યુવાને બુધવારે સાંજે આઠેક વાગ્યે પોતાના રહેણાંકમાં છતમાં રહેલા પંખાના હુંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં દેવરાજભાઈને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મેઘપર પોલીસ સ્ટેશનને તેની જાણ કરવામાં આવતા જમાદાર આઈ.ડી. જાડેજા દોડી ગયા હતા. તેઓએ મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના મોટાભાઈ અરજણભાઈ ખટાણાનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ દેવરાજભાઈ ખટાણાના વિવાહ માટે લાંબા સમયથી પરિવાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હતા પરંતુ દેવરાજભાઈની સગાઈ થતી ન હોવાથી આ યુવાન છેલ્લા પાંચેક મહિનાથી ગુમસુમ રહેતા હતા. તે દરમિયાન બુધવારે તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે નિવેદન નોંધી તેના પરથી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh