Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌશાળાને અબોલ જીવો માટે એમ્બ્યુલન્સની ભેટઃ
જામનગર તા. ૧૭: જામનગર-રાજકોટ રોડ પરના જાંબુડા ગામમાં મકર સંક્રાંતિ નિમિત્તે શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં હવન કાર્યક્રમ યોજાયો હતો.
ગૌશાળાના પ્રમુખ ચંદુભાઇ રાજ્યગુરૂએ જણાવ્યું હતુ કે, મકરસંક્રાતી નિમીતે શ્રી વૃદાવન ગૌશાળામાં મહેમાનોએ ગૌ સેવાના ભાગરૂપે મકરસંક્રાતી મહાપર્વના બે હજાર કિલો લાડુ ગાયોને જમાડવામાં આવ્યા હતા. તેમજ ઘાસ-ખાંડ-કપાસીયા પણ ગાયોને ખવડાવાયા હતા. તેમજ એક દાતા તરફથી આ પવિત્ર દિવસે અબોલ જીવો માટે એમ્બ્યુલન્સ ગૌ શાળાને ભેટ આપવામાં આવી હતી. આ ગૌશાળામાં ઘણા એવા દાતા દ્વારા ફાળો તેમજ લિલુ સુકુ ઘાસ પણ નિયમીત આપવામાં આવે છે.
શ્રી જય જલારામ અન્નક્ષેત્ર અને શ્રી વૃંદાવન ગૌશાળા - જાંબુડા જે જાંબુડા ચોકડી થી ચાર કી.મી., કચ્છ હાઈ-વે, બાલાચડી સૈનિક રોડ ઉપર આવેલ છે. ત્યાં અસંખ્ય અબોલજીવ ગૌવંશનુ જતન પાલન પોષણ થાય છે. અને શ્રી વૃંદાવન ગૌશાળામાં દર વર્ષે મકરસંક્રાતના તેમજ જુદા જુદા વ્રત તહેવારના દિવસોએ ગાય માતાને માટે લાડું, બાજરાની ઘુઘરી, લાપસીનો પ્રસાદ બનાવવામાં આવે છે. અને અનેક સેવાભાવીઓ આ ગૌશાળામાં આવી ગાયોને પોતાના હાથે ખવડાવે છે. તેમજ દર વરસે શ્રદ્ધાળુઓની સંખ્યા સેવા માટે વધતી રહે છે.
દરમ્યાન સર્વે ગૌભકતોને પ્રમુખએ અપીલ કરી છે કે, ગૌશાળામાં ગાયોના ઘાસચારાના સ્ટોક માટે એક ગોડાઉન બનાવવાની ખાસ જરૂરીયાત છે જે ગોડાઉનની લંબાઈ ૬૦ ફુટ પહોળાઈ ૩૫ ફુટ ઉંચાઇ ૩૦ ફુટ જેટલી થાય તો કોઇપણ દાતાઓને ઇચ્છા અનુસાર પત્તરા, લોખંડ, પાઈપ, સિમેન્ટ, રેતી જે આપવાની ઇચ્છા હોય તો દાન આપી શકે છે જેમાં મુખ્ય દાતાનુ નામ પણ ગોડાઉન ઉપર લખી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial