Advertisement
Author: નોબત સમાચાર

ચાર પોલીસ કર્મચારીને ફરજ મુક્ત કરવાનો કરાયો હુકમ

વિદેશ પ્રવાસ કરવાના મુદ્દે

જામનગર તા.૧૬ : ચાલુ પગારે અનેક દેશના પ્રવાસ ખેડી નાખનાર અમદાવાદના ૧૩ પોલીસ કર્મચારીની બે મહિના પહેલાં મુખ્ય પોલીસવડાએ બદલીનો હુકમ કર્યાે હતો. તે પછી તેમાંથી ચાર પોલીસકર્મીને સસ્પેન્સન પકડાવાયું છે.

રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાયે ગયા નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૧૩ પોલીસ કર્મચારીની બદલી કરવા હુકમ કર્યાે હતો.

આ કર્મચારીઓએ ચાલુ પગારે અનેક વિદેશ પ્રવાસ કર્યા હોવાનું જે તે વખતે બહાર આવ્યું હતું. તે ૧૩ કર્મચારીમાં થી મહિપતસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ દરબાર નામના બે પોલીસ કર્મચારીને જામનગર મુકવામાં આવ્યા હતા. જ્યારે ફીરોઝખાન પઠાણને બોટાદ અને હરવિજયસિંહ ચાવડાને અમરેલી મૂકી દેવામાં આવ્યા હતા. તે પછી ઉપરોક્ત ચારેય પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો ડીજીપી વિકાસ સહાયે હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh