Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બંદરો, દ્વારકા, ખંભાળિયા, સલાયા સહિતના સ્થળે ડિમોલેશનની સફળતાથી ગભરાટ
ખંભાળિયા તા. ૧૭: બેટદ્વારકામાં છઠ્ઠા દિવસે ૬.૦૭ કરોડના દબાણો હટાવાયા પછી કુલ પ૯.૧૧ કરોડનું ડિમોલિશન થયું છે, અને ૧.૧૪ લાખ ચો.ફૂટ મીન ખુલ્લી થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકામાં ર૦ર૪ પછી બીજો ડિમોલિશન રાઉન્ડ ગત્ તા. ૧૧-૧-ર૦રપ થી જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પાંડે, પ્રાંત અધિકારી અમોલ આશરે તથા ડી.વાય.એસ.પી.ઓ ડો. હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડની આગેવાની તથા માર્ગદર્શનમાં શરૂ થયું હતું, જે આજે બપોર પછી પૂર્ણ થશે તથા ર૦રર માં પ્રથમ રાઉન્ડમાં સાડાત્રણ લાખ ફૂટ જમીન દબાણો હટાવાયા હતાં તે પછી બીજો રાઉન્ડ આજે બપોર પછી પૂર્ણ થશે.
ગઈકાલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તથા યાત્રિકો માટે સુદર્શન બ્રીજ બેટદ્વારકા મંદિર તથા હનુમાનદાંડી ૮૪ ધૂણાની જગ્યા કેશવરાય મંદિર સહિતના તમામ વિસ્તારો ખૂલ્લા મૂકવાની સ્થિતિમાં પણ તુર્કીસાની ટીમે ભીમસર સહિતના વિસ્તારો બાલાપર, દામજી જેટી સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી જેસીબી હીટાચી જેવા મશીનોની કડક પેટ્રોલીંગ સાથે ડિમોલિશન થયું હતું. ગઈકાલે ૬ર રહેણાંક મકાનો તથા એક અન્ય મળીને કુલ ૬૩ દબાણો હટાવાયા હતાં જેમાં પાકા વંડા કંપાઉન્ડ સાથે બે માળના મકાનોનો સમાવેશ પણ થાય છે. તે કુલ ૧૩,૪૯૦ ચોરસ મીટર કિંમત ૬.૦૭ કરોડ રૂપિયાની જગ્યા ખૂલ્લી થઈ હતી.
પ૯.૧૧ કરોડની ૧.૧૪ લાખ ચો.ફૂટ જમીન ખૂલ્લી થઈ
ગત્ તા. ૧૧-૧-ર૦રપ થી શરૂ થયેલ બેટદ્વારકાનું ઐતિહાસિક બનેલ ડિમોલિશન કે જે સંપૂર્ણ શાંતિપૂર્વક તથા કોઈ પરેશાની વગર થયું હતું તથા તા. ૧૭/૧ ના આજે બપોર પછી પૂર્ણ થશે. ગઈકાલ સુધીમાં ૩૭૬ રહેણાંક મકાનો, તેર અન્ય દબાણો, નવ કોમર્શિયલ મકાનો મળીને કુલ ૩૯૮ દબાણો દૂર થયા હતાં જેમાં ૧,૧૪,૧૩ર ચોરસ મીટર કિંમત પ૯,૧૧,૩૦,પ૦૦ ની બજાર કિંમતની જમીન ખૂલ્લી મૂકાય છે.
આજે બપોર સુધી ચાલનારા ડિમોલિશનમાં જે દબાણોનું નોટીસો આપવામાં બાકી રહી ગયા છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે, તેમ એસ.પી. નીતિશકુમાર પાંડે તથા પ્રાંત અધિકારી અમોલ આવરેએ જણાવ્યું હતું.
બેટદ્વારકાના દબાણના પગલે અન્ય સ્થળે પણ ઓપરેશનની અફવાથી ભય-ફફડાટ
બેટદ્વારકામાં અગાઉ સાડાત્રણ લાખ ફૂટનો ડિમોલિશનના રાઉન્ડ પછી શરૂ થયેલ બીજો રાઉન્ડ જે ૬૦ કરોડની જગ્યાના ખાલી કરવાના આ અભિયાન પછી દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે દબાણ હટાવવાની પણ અફવા ફેલાઈ છે.
અગાઉ સતીશ વર્મા એસ.પી. હતાં તેમના સમયમાં સલાયામાં ઐતિહાસિક દબાણ હટાવાયું હતું તે સલાયામાં ર૬ જાન્યુઆરીથી ડિમોલિશન શરૂ થશેની અફવા જોરદાર રીતે ફેલાતા દબાણકારો ભયભીત થઈ ગયા છે, તો દ્વારકા-ખંભાળિયા સહિતના વિસ્તારોમાં તથા દ્વારકા પાસેના બંદરો વિસ્તારમાં પણ ડિમોલિશનના રાઉન્ડની સંભાવના ગણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial