Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ પણ ચૂકવાશેઃ
જામનગર તા.૧૭ : જામનગરની એક પેઢીએ રૂ.૧૭ લાખ ઉપરાંતનો ઉધાર માલ આપ્યા પછી તેની રકમ વસૂલવા સિવિલ કોર્ટમાં દાવો કર્યાે હતો. કોર્ટે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરની જય સોમનાથ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી વાળા અલ્કેશ રામજીભાઈ ચાંદ્રા પાસેથી મેવાર હાઈટેક એન્જી. નામની પેઢીએ ૧૭,૧૫,૭૦૪ ની રકમનો માલસામાન ખરીદ્યા પછી તેની રકમ ચૂકવી ન હતી.
તે રકમની અવારનવાર ઉઘરાણી કરવા છતાં રકમ નહીં ચૂકવાતા આખરે અલ્કેશ ચાંદ્રા દ્વારા જામનગરની જિલ્લા લીગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ મીડિયેશન માટે અરજી કરાઈ હતી. તે પછી દીવાની કોર્ટમાં સમરી દાવો કરાયો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે બીલની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા મેવાર હાઈટેકને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial