Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનાલુસના યુવાનનું માથામાં દુખાવો ઉપડ્યા પછી મોતઃ
જામનગર તા.૧૭ : જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસમાં રહેતા એક યુવાન મંગળવારે નિદ્રાધીન થયા પછી નહીં ઉઠતા અને ઉંઘની હાલતમાં જ મોતની ગોદમાં સરી જતાં પોલીસને જાણ કરાઈ છે. જ્યારે કાનાલુસના યુવાનને માથામાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા ભીમવાસની શેરી નં.૩માં રહેતા કાંતિભાઈ મોહનભાઈ ખીમસુરીયા નામના પ્રૌઢનો એકવીસ વર્ષનો પુત્ર વિવેક મંગળવારની સાંજે પોતાના ઘરે સુઈ ગયા પછી રાત્રે નવેક વાગ્યા સુધી નહીં ઉઠતા તે યુવાનને તેના માતા જગાડવા ગયા હતા. આ વેળાએ વિવેક બેભાન જેવી હાલતમાં જણાઈ આવતા તેને સારવાર માટે ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલો જાહેર કરતા પિતા કાંતિભાઈએ પોલીસને જાણ કરી છે. લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા વિજયભાઈ બાલુભાઈ સાદીયા (ઉ.વ.૩૬) નામના યુવાનને મંગળવારે માથામાં દુખાવો થવા લાગતા તેઓને સારવાર માટે ખાવડી સ્થિત રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પત્ની પ્રભાબેન સાદીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial