Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તા. ૧૭: વાડીનાર સર્કલથી કજુરડા પાટીયા સુધીનો ૧૩ કિ.મી.નો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં થઈ જવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ રસ્તા પરથી વાડીનાર, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, ટીંબડી, કજુરડા સહિતના ગામના લોકો અવર-જવર કરે છે. આ રસ્તો સીંગલ પટ્ટી રસ્તો છે અને તેમાં ઠેર-ઠેર અસંખ્ય ખાડા પડી જવાથી વાહનોને નુકસાન થાય છે. નાના-મોટા અકસ્માતો થાય છે. ૧૩ કિ.મી.નું અંતર કાપતા ૧૫ મિનિટના બદલે એક કલાકનો સમય લાગે છે.
આ વિસ્તારના ગામોમાંથી ભાજપને મતો મળતા નથી તેથી કિન્નાખોરી રાખી રસ્તાના કામો થતા નથી તેવી ચર્ચા ચાલી રહી છે.
ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને માર્ગ રીપેર કરવા રજૂઆત કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા કોઈ દાદ મળતી નથી.
આ માર્ગ વ્હેલી તકે રીપેર કરવા ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial