Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરે નિરાધાર ભિક્ષુકો માટે 'જલારામ આશરો'

આશ્રય સ્થાનમાં ગરમ વસ્ત્રો-ધાબળા-હીટર સહિતની સુવિધા સાથે

જામનગર તા. ૧૭: જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે ઠંડીની સિઝન દરમિયાન શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઠંડીમાં ઠુંઠવાતા નિરાધારો - ભિક્ષુકો વગેરેની સહાયતા માટે હાપા સ્થિત જલારામ મંદિરે ''જલારામ આશરો'' તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાં તેઓને રાતવાસો કરવા માટે બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

 સાથો સાથ ગરમ ધાબળા, તથા રૂમ હીટર વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે, અને ચા પાણી નાસ્તા સહિતની સુવિધા તૈયાર રખાઈ છે.

જામનગરના હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર તેમજ શ્રી જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે જલારામ ભક્તોની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, અને શહેરી વિસ્તારમાં જલારામ રથ તૈયાર કરીને ફરતા કરાયા છે.

શહેરી વિસ્તારના રાત્રિના કોઈ નિરાધાર લોકો જાહેર માર્ગો સહિતના વિસ્તારના ઠંડીમાં ઠુંઠવાતા હોય, તેઓને જલારામ રથ મારફતે હાપામાં તૈયાર કરાયેલા જલારામ આશરામાં લઈ જવા મૂકવા માટે રાત્રિ દરમિયાન જલારામ રથ તૈયાર કરાયા છે. જ્યાં તમામને આશરો આપ્યા પછી સવારે ચા-પાણી, નાસ્તો કરીને જે તે સ્થળે પરત મૂકવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 હાપા જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દત્તાણીની આગેવાની હેઠળ અનિલભાઈ ચાવડા, ભાવેશ તન્ના, ભાવેશભાઈ દતાણી, વિજયભાઈ કોટક, તેમજ  સુનિલભાઈ તન્નાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અને તમામ જલારામ ભક્તો દ્વારા જલારામ રથને લઈને શહેરી વિસ્તારમાં નાઈટ રાઉન્ડ કરવામાં આવી રહૃાા છે અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા નિરાધારો માટે સેવા કાર્ય હાથ ધરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh