Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિથી કેન્દ્ર સરકારે સ્થાપેલા
જામનગર તા. ૧૭: જામનગર આયુર્વેદ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવપ્રદ ગણી શકાય, તેવો નિર્ણય લેવાયો છે. ઈટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર (ફાર્મસી) ડો. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે.
ભારત સરકારના કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મકરસંક્રાંતિના દિવસથી દિલ્હીમાં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી. બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે પલ્લે ગંગા રેડ્ડીની જાહેરાત કરી હતી. બોર્ડનું મુખ્યાલય નિઝામાબાદમાં સ્થાપવામાં આવ્યું છે.
ગોયલે કહ્યું કે, રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન સમગ્ર દેશમાં એક શુભ દિવસે થઈ રહ્યું છે. રાષ્ટ્રીય હળદર બોર્ડમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.
જામનગર સ્થિ આયુષ મંત્રાલય હેઠળની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ એટલે કે ઈટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જે માત્ર જામનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપ્રદ બાબત છે. આ તકે સંસ્થાના ઈન્ચાર્જ નિયામક પ્રો. બી.જે. પાટગીરી દ્વારા ડો. જોબન કિશોર મોઢાને અભિનંદન સહઃ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હળદર બોર્ડની રચનાના પ્રસંગે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમાર અને નિઝામાબાદના સાંસદ અરવિંદ ધર્મપુરી પણ હાજર હતાં. ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક વપરાશ કરતા અને નિકાસકાર છે અને વિશ્વ વેપારમાં તેનો હિસ્સો ૬ર ટકાથી વધુ છે. ર૦ર૩-ર૪ દરમિયાન દેશમાંથી રર૬.પ મિલિયન ડોલરની કિંમતની ૧ લાખ ૬ર હજાર ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદર ક્ષેત્રને લગતી બાબતોમાં નેતૃત્વ અન્ય સરકારી વિભાગો/એજન્સીઓ સાથે સંકલન અને દેશમાં હળદર ક્ષેત્રના વિકાસ અને વિકાસને સરળ બનાવીને હળદર ઉત્પાદન સંબંધિત પ્રયત્નોને વધારશે. નિકાસકારો અને ઉત્પાદક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ બોર્ડમાં મૂકવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial