Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ચાર્જીસના નામે વસૂલાયેલી રકમ પરત અપાશે

વ્યાજ પણ ચૂકવવા વીજ કંપનીને આદેશઃ

જામનગર તા.૧૭ : જામગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં કાર્યરત એક પેઢી દ્વારા વીજ કંપની સામે દસ વર્ષ પહેલાં અદાલતમાં દાવો કરી પોતે ચૂકવેલી રકમ પરત માંગી હતી. અદાલતે તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરમાં બાંધકામનો વ્યવસાય કરતી સ્ટર્લીંગ એન્ટરપ્રાઈઝ નામની પેઢીની ફેસ-૩માં આવેલી ઓફિસમાં વીજજોડાણ મેળવવા રૂ.૨ લાખ ૯૦,૮૩૮ ભરપાઈ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પ્રવર્તમાન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ નિયમમાં ફેરફાર થતાં ફરીથી તે રકમ વીજ કંપની દ્વારા વસૂલ કરવામાં આવી હતી.

તે રકમ પરત મેળવવા પેઢી દ્વારા લેખિતમાં માગણી કરવામાં આવી હતી. તેમ છતાં વીજ કંપની આ રકમ ચૂકવતી ન હતી. તેથી વર્ષ ૨૦૧૪માં કોર્ટમાં વીજ કંપની સામે દાવો કરાયો હતો.

ઉપરોક્ત દાવો ચાલી જતાં અદાલતે નગરની પેઢીને રૂ.૨ લાખ ૯૦,૮૩૮ દાવાની તારીખથી વાર્ષિક છ ટકાના વ્યાજે પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. પેઢી તરફથી વકીલ ચિરાગ નથવાણી તથા ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh