Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
જામનગર તા. ૧૭: રાજય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા ખેડૂતોને તેમના પાકના પોક્ષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન વર્ષ- ૨૦૨૫-૨૬માં લધુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રતિ કિવન્ટલ રૂપિયા ૨૪૨૫/- ના ભાવથી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવાની ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
આ પ્રક્રિયા સમગ્ર રાજયમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. દ્વારા કરવામાં આવે છે. જેમાં તા.૦૧/૦૧/૨૦૨૫થી શરૂ થયેલી નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધતન ગામ નમૂનો ૭,૧૨,૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમકે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફત ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ /ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ /કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે.
ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે, અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૬૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial