Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે મંડપ નક્કી કરવા નીકળ્યા હતાં:
ખેડા તા. ૧૭: ખેડામાં નીલગાય સાથે અથડાતા કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૪ ના મોત થયા છે. પાંચ જણા મંદિરના કામથી નીકળ્યા હતાં, તેમાંથી ચારના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી પ્રસરી છે.
ગુજરાતના ખેડામાં ગત્ રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. નીલગાય આડે આવતા મહિસાગરના બાલાસોરના યુવકોની ઈકો કાર પલટી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતા કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ગઈ. કાર એટલી ભયાનક રીતે પલટી કે કારમાં બેઠેલા ચારેય યુવકની ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
મળતી માહિતી મુજબ ઈકો કારમાં પાંચ લોકો સવાર હતાં, જેમાંથી ચાર લકો મોતને ભેટ્યા છે અને એક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોની ઓળખ ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ, ઠાકોર વિનુભાઈ ગબાભાઈ, ઠાકોર રાજેશકુમાર સાલભાઈ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહ તરીકે થઈ છે. ચારેય મૃતક મહિસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી છે.
ધાર્મિક કામે નીકળેલા લોકો અકસ્માતનો ભોગ બનતા શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ખેડામાં મહિસાગર અને અમદાવાદને જોડતા હાઈ-વે પર નીલગાયનો ત્રાસ છેલ્લા ઘણાં સમયથી જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ અવારનવાર આ પ્રકારના નાના-મોટા અકસ્માત હાઈ-વે પર સર્જાતા હોય છે. હાલ, આ ચારેય યુવકના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial