Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮૪ વર્ષ જૂના સંકુલના સ્થાને
જામનગર તા. ૧૭: સ્થાનકવાસી જૈન સંઘ લાલપુરમાં ૮૪ વર્ષ જુના ઉપાશ્રયનું નવનિર્માણ પૂ.શ્રી ધીરગુરૂદેવની કૃપાથી સંપન્ન થયું છે.
વીરચંદ મીઠાલાલ મહેતા પરિવારના વિદ્યાબેન, નયનાબેન મયુર અને ગીતા, મુકેશ અને પારૂલ, રશ્મિ-સુનિતા, નિલેષ મહેતા લંડનથી ઉદઘાટન માટે ઉપસ્થિત રહ્યા હતાં.
કળશધારી, બેડાધારી શોભાયાત્રામાં લંડન, જામનગર, ખંભાળિયા, ભાણવડ, જસાપુર, કાટકોલા, જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, ધ્રોલ, રાજકોટ અને મુંબઈના ભાવિકોના જયનાદે નવલચંદ વીરચંદ મહેતા પરિવારે ઉપાશ્રયનું ઉદઘાટન કર્યુ હતું.
વીર સાવકર હોલમાં ધર્મશાળામાં ગુરૂદેવે કહેલ કે, સત્યકાર્યમાં સંપત્તિના સદ ઉપયોગથી શાંતિની પ્રાપ્તિ થશે. પંમ મહાવૃતધારી સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ સમાધીનું કારણ બનશે.
ધારાસભ્ય હેમત ખવા, સરપંચ, તરૈયા, સમીર ભેંસદડીયા, મનોજ વાછાણી, સુરેશ મહેતા અને ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. સાતાકારી પાટનો દાતાઓ અને જીવદયા કળશનો રૂશાલી કામદારે લાભ લીધો હતો. રૂશાલી કામદારનું જામનગરના જૈન અગ્રણી અજય શેઠએ બહુમાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial