Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસ્થિસંધાન વિભાગ દ્વારા ઓ.પી.ડી.
જામનગર તા. ૧૭: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં અસ્થિસંધાન વિભાગ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્રવારે હાડકાં સંબંધી બાબતો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં શહેરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. એમ.એસ. ડાંગર પણ સેવા આપશે. અહીં સાંધા અને હાડકાંની તકલીફ જેવી કે, ગરદન, કમર, ખંભાનો દુઃખાવો હાથ-પગમાં ખાલી ચડવી અને બળતરા થવી, સાંધામાં પાણી ભરાવું, પગના મરોડ વગેરેની સારવાર તથા ફ્રેકચરની સારવાર માટે કાચા અને પાકા પ્લાસ્ટર અને ઓપરેશનની સુવિધા, સાંધાના ખડી જવાની તકલીફની સારવાર આપવામાં આવશે. આ માટે દર્દીએ અસ્થિસંધાન વિભાગ ઓ.પી.ડી. નંબર ૧૯, પંચકર્મ ભવન, યુ.જી. હોસ્પિટલ, ધન્વન્તરિ પરિસર, હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, આઈ.ટી.આર.એ. પરિસરમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સંપર્ક કરવા અને નિદાન સારવારનો લાભ લેવા આરઈ.ટી.આર.એ.ના ઈન્ચાર્જ નિયામક પ્રો.બી. જે. પાટગીરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial