Advertisement
Author: નોબત સમાચાર

મોરોક્કો નજીક બોટ પલટી જતા પ૦ પાકિસ્તાની નાગરિકના મોતઃ ૩૬ બચાવાયા

સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ૮૬ જેટલા પ્રવાસીઓ

મોરોક્કો તા. ૧૭: મોરિટાનિયાથી ઘણાં પાકિસ્તાની નાગરિકો સહિત ૮૬ પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કન બંદર દાખલા નજીક પલટી ગઈ હતી, જેમાં પ૦ પાકિસ્તાનીના મોત થયા હોવાના અહેવાલો છે.

સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલા ૮૦ થી વધુ પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં પ૦ જેટલા પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતાં. પ્રવાસી અધિકારી જુથ વોકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે, બોટ પલટી જતા પ૦ થી વધુ લોકો ડૂબી ગયા હતાં. તા. ર જાન્યુઆરીના મોરિટાનિયાથી નીકળ્યા પછી ૬૬ પાકિસ્તાનીઓ સહિત ૮૬ પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગયા પછી મોરક્કન અધિકારીઓએ ૩૬ લોકોને બચાવ્યા હતાં.

વોકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ એક્સ પર જણાવ્યું હતું કે, ડૂબી ગયેલા ઘણાં લોકો પાકિસ્તાનના હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, પીડિતોએ ક્રોસિંગ પર ૧૩ પીડાદાયક દિવસો વિતાવ્યા અને કોઈ તેમને બચાવવા આવ્યું નહીં.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોરોક્કોમાં તેમનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. રબાત (મોરોક્કો) ના અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે મોરિટાનિયાથી ૮૭ મુસાફરો, જેમાં ઘણાં પાકિસ્તાની નાગરિકોને લઈ જતી એક બોટ મોરોક્કન બંદર દાખલા નજીક પલટી ગઈ છે. પાકિસ્તાનીઓ સહિત ઘણાં બચી ગયેલા લોકોને દખલા નજીકના એક કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોરોક્કોમાં તેનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. 'રબાત (મોરોક્કો) માં અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે મોરિટાનિયાથી રવાના થયેલી ૮૦ થી વધુ મુસાફરોને લઈને એક બોટ મોરોક્કોના દાખલા બંદર નજીક પલટી ગઈ છે, જેમાં ઘણાં પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.' હાલમાં પાકિસ્તાનીઓ સહિત ઘણાં બચી ગયેલા લોકો દાખલા નજીકના એક કેમ્પમાં આશ્રય મેળવી રહી રહ્યા છે.

એક તરફ મૃતાંક વધી રહ્યો છે, તો બીજી તરફ આશ્રય સ્થાનોમાં રાખવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોને લઈને પાક.ના વદેશમંત્રાલયે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હોવાનો દાવો કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh