Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલના અધિકારીઓએ કર્યુ નિરીક્ષણ
ખંભાળિયા તા. ૧૭: સ્થાનિક અગ્રણીઓની રજુઆતો ફળી છે. અને ખંભાળિયા રામનાથ સોસાયટીના વીજપ્રશ્નના કાયમી નિકાલ માટે હેવી કેબલ નંખાશે, તેવા અહેવાલો પછી સ્થાનિક રહીશોને રાહત થઈ છે.
ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં મેઈન કેબલ પી.જી.વી.સી.એલ.નો રોડની બાજુમાંથી આવે છે ત્યાં વૃક્ષોની હારમાળા હોય પવન કે વરમાહમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોય રામનાથ સોસાયટીના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, પ્રાગજીભાઈ ચાવડા, કપીલભાઈ દત્તાણી, જયસુખભાઈ મોદી, કૌશિકભાઈ અનડકટ, ચીરાગભાઈ દત્તાણી, દીપેશ ચુડાસમા, દિવ્યેશભાઈ પલાણ, કેતનભાઈ ગોહેલ વિગેરેએ વારંવાર પ્રશ્ન નિકાલની રજૂઆત કરી હતી.
ગઈકાલે ખાસ ટેકનીકલ ટીમ સાથે શહેર ડેપ્યુટી ઈજનેર પી.જી.વી.સી.એલ રોનક પટેલ તથા લાઈન ઈન્સ્પેકટર અનિલ વારીયાએ સ્થળની મુલાકાત લઈને સ્થિતિ તથા પ્રશ્ન ઉકેલવા માટે પોટ ગેઈટથી છેક રામનાથ પૂલ સુધી હેવી નવો કેબલ લાખો રૂપિયાનો નાખવાની સમસ્યા હલ થઈ જતી હોય લોકોની સગવડા માટે આ કેબલ નાખવા નિર્ણય કરીને આગામી રવિવારના રોજ વીજ પૂરવઠો બંધ રાખીને આ મહત્ત્વનો હેવી કેબલ નાખીને આ વિસ્તારની વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું આયોજન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial