Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં સંકલ્પ એનજીઓની ૩૬૦ મી સેવામય ઈવેન્ટઃ
દ્વારકા તા. ૧૭: તાજેતરમાં દ્વારકામાં સંકલ્પ એનજીઓની ૩૬૦ મી ઈવેન્ટ હોટલ ટ્રીમાં યોજાઈ હતી. જેમાં પીજીવીસીએલ રાજકોટના સી.એસ.આર. ર૦ર૪-રપ અંતર્ગત દ્વારકા તાલુકાની ૯૧ પ્રાથમિક શાળા, ૩ આશ્રમ શાળા, બાલ વાટિકા અને ધો. ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને સ્વેટર તથા પગના મોજાની જોડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકા શારદાપીઠના સચિવ નારાયણાનંદજી બ્રહ્મચારીજી, સ્વામી શ્રી કેશવાનંદજી (સનાતન સેવા મંડળ), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી નસિત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખેરાજભા કેર, શહેર ભાજપ પ્રમુખ કિશનભાઈ વાયડા, શિક્ષણ સમિતિ ચેરમેન લુણાભા સુમણિયા, આરોગ્ય વિભાગના વનજરાભા માણેક, વિશ્વ હિન્દુ પરિષદના પાંચાભા સુમણિયા, ન્યાય સમિતિના હાથિયાભાઈ, પીજીવીસીએલના જનરલ મેનેજર (ફાયનાન્સ) ધનાભા જડિયા, ઈશ્વરભાઈ જાખરિયા વગેરે અગ્રણીઓ અતિથિ થયા હતાં.
વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ એનજીઓના સેવાયજ્ઞને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક વિભાગના હેમંતભાઈ સુવા તથા તેમની ટીમ અને સંકલ્પ એનજીઓની ટીમ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial