Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા સાડા છ લાખ દંડ પેટે ભરવા આદેશઃ
જામનગર તા.૧૭ : જામનગરના બિલ્ડરે ઠેબા બાયપાસ પાસેની સોસાયટીમાં ટેનામેન્ટ વેચાતું આપવાની વાત કરી મેળવેલી રકમ પરત આપવા માટે એક મહિલાને ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કરાતા અદાલતે આરોપી બિલ્ડરને એક વર્ષની કેદ અને ચેક મુજબની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી સરદાર પાર્ક નામની સોસાયટીમાં ટેનામેન્ટ વેચાતું લેવા માટે ગીતાબેન જેરામભાઈ ખીમસુરીયા નામના મહિલાએ રૂપિયા સાડા સાત લાખમાં બિલ્ડર શૈલેષ ડાયાભાઈ પરમાર સાથે સોદો કર્યા પછી તેમાંથી રૂપિયા સાડા છ લાખ ચૂકવી આપ્યા હતા.
આ વેળાએ બિલ્ડરે બાકી રહેતી રકમ મેળવી પાકો દસ્તાવેજ કરી આપવાનું જણાવ્યું હતું. મુદ્દત પૂર્ણ થતાં મકાનની ગીતાબેને માગણી કરતા બિલ્ડર શૈલેષ પરમારે તે ટેનામેન્ટ અન્ય આસામીને વેચી દીધાનું અને તમારી રકમ પરત આપુ છું તેમ કહી ખાનગી બેંકનો રૂપિયા સાડા છ લાખનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં રજૂ કરાતા સહી ફરકના શેરા સાથે વગર વસૂલાતે પરત ફર્યાે હતો તેથી જામનગરની કોર્ટમાં ગીતાબેને ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બિલ્ડર શૈલેષ ડાયાભાઈ રાઠોડે તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપ સિંહ ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial