Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારો એકર જમીનની ખરીદી માટે ભ્રષ્ટાચારના કેસમાં
ઈસ્લામાબાદ તા. ૧૭: પાકિસ્તાનના પૂર્વ પી.એમ. ઈમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષ અને પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારાયાઈ છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત જમીન કૌભાંડમાં ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક કોર્ટે આ કૌભાંડમાં મહત્વનો ચૂકાદો આપતાં ઈમરાનની પત્નીને પણ સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
હાલ ઈમરાન ખાન અને બુશરા બીબી બંને જેલમાં જ બંધ છે. કોર્ટે અગાઉ ઈમરાન અને બુશરા પર રૂ. ૧૦ લાખ અને રૂ. ૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ તેઓ દંડ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં બંનેને છ મહિનાની જેલની સજા પણ થઈ હતી.
ઉલ્લેખનિય છે કે, નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર,૨૦૨૩માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને ૧૯૦ મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપી મુકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, ૨૦૨૩માં અલ-કાદિર યુનિવસિર્ટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો.
અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવસિર્ટી પ્રોજેકટ ટ્રસ્ટ સાથે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, જેલમાં બંધ ઈમરાને બહરિયા ટાઉન લિ. દ્વારા હજારો એકર જમીનની ખરીદી કરવા માટે સરકારના ખજાનાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કોર્ટે ઈમરાનને સ્પષ્ટીકરણ આપવા માટે અનેક તકો આપી હોવા છતાં તે પોતાને નિર્દોષ સાબિત કરી શકયા ન હતાં. પાકિસ્તાનના પ્રોપર્ટી ટાયકૂન મલિક રિયાઝ હુસૈન અને તેમના પુત્ર અહેમદ અલી રિયાઝ, મિર્ઝા શહેઝાદ અકબર અને ઝુલ્ફી બુખારી પણ આ કેસમાં શકમંદ હતા. પરંતુ તપાસ અને ત્યારબાદની કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપવાના બદલે તેઓ ફરાર થયા હતાં. ત્યારબાદ તેમને ગુનેગાર (પીઓ) જાહેર કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial